
જમીનની સપાટી પર આચ્છાદન કરવાર્થી જમીન સીધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતી નથી માટે જમીનનો કાર્બન જમીનમાં જ ટકી રહે છે. જો સૂર્યપ્રકાશના કિરણો જમીન પર સીધા પડે તો તેના લીધે જમીનનો કાર્બનજમીનમાંથી ઊડીને વાતાવરણમાં ભળી જાય છે. આચ્છાદન જો જૈવિક કચરા કે પછી છોડના અવશેષોથી કરવામાં આવે તો તેના લીધે ઘણી સારી અસર જોવા મળે છે. આ પાઠના અવશેષો આચ્છાદન મારફ્તે જમીનમાંથી કાર્બન ઊડતો અટકાવે છે તથા તેની સાથે સાથે સમય જતાં અવશેષો સડતા જમીનના કાર્બનિક પદાર્થમાં પણ વધારો થાય છે. આ આચ્છાદન એ કાર્બન ટકાવી રાખવા માટેનો એક ઉત્તમ ઉપાય છે.



