મુશ્કેલી/કારણ ઃ થર્મોસ્ટેટ વાલ્વ ચોર્ટી ગયો હોય/ રેડિયેટરનું ઢાંકણ યોગ્ય ફ્ટિ ન હોય/એન્જિન પર લોડ વધારે હોય/શીતતંત્રમાં પાણી બરાબર ફરતું ન હોય/પંખાનો પટ્ટો ઢીલો હોય/વાલ્વ ટાઈમિંગ બગડેલ હોય/વોટરપંપ કામ આપતો ન હોય/રેડિયેટર નળીઓ જામ થયેલ હોય/એન્જિન ઓઈલ ઓછું હોય અથવા યોગ્ય ગ્રેડનું ન હોય.
ઉપાય : થર્મોસ્ટેટ વાલ્વ તુરંત જ બદલી નાંખવો/ ઢાંકણ યોગ્ય રીતે ફ્ટિ બેસાડવું અથવા બદલી નાંખવું/લોડ ઓછો કરી પ્રથમ કે બીજા ગીયરમાં ચલાવવું/રેડિયેટરને પાણીથી પૂરેપુરૂ ભરી ઢાંકણ ફ્ટિ બેસાડવું/પંખાને ટાઈટ કરો. વાલ્વ ટાઈમિંગ બરાબર કરાવવું/વોટર પંપની તપાસ કરી યોગ્ય રીપેરીંગ કરાવવું/રેડિયેટરની નળીઓ સાફ કરવી/ઓઈલનું લેવલ તપાસી નિર્દિષ્ઠ લેવલ સુધી સુચવેલ ગ્રેડનું ઓઈલ એન્જીનમાં ભરવું.



