ટ્રેકટરની સામાન્ય સંભાળ

૧. ટાયરોમાં હવાનું દબાણ સડક અને ખેડ કાર્યના હિસાબે બરાબર રાખવું.
૨. ટાયરો ઉપર ગ્રીસ, તેલ વગેરે ન લાગે તે જોવું.
૩. ટ્રેક્ટરને એક્દમ બ્રેક મારવાથી ટાયર ઘસાઈ જાય છે, તેવી રીતે ન થાય તે જોવું.
૪. ટાયરોને એક બીજી બાજુથી પરસ્પર બદલવાથી આયુષ્ય વધે છે.
૫. ટ્રેક્ટરના આગળના વ્હીલનું સમયાંતરે એલાઈનમેન્ટ કરાવવું.
૬. હાઈડ્રોલિકનું એડજસ્ટમેન્ટ બરાબર રાખવું, નહીંતર વ્હીલ સ્લીપ મારશે અને વધારે ઘસાશે.
૭. કામ ન હોય ત્યારે ટાયરોને વરસાદ અને તાપથી બચાવવા.
૮. ટ્રેક્ટરનાં નિર્દેશ કરેલા ભાગોમાં યોગ્ય પ્રમાણમાં સમયાંતરે ગ્રીસીંગ કરવું.
૯. બેટરીને હંમેશાં ચાર્જમાં રાખવી.

Share this post: