હાઈડ્રોલિક પમ્પ દ્વારા ઓઈલને લિફ્ટના ભાગમાં મોકલવામાં આવે છે. જેનાથી લિફ્ટ કામ આપે છે. ઓઈલમાં ગીયરમાંથી ઉપડતા સૂક્ષ્મ લોખંડના કણો પણ હોય છે. ઓઈલ લિફ્ટનાં ડિસ્ટ્રીબ્યુટરમાં જતા પહેલાં મેગ્નેટિક ફિલ્ટરમાંથી પસાર થતું હોય છે. મેગ્નેટિક ફિલ્ટર સામાન્ય રીતે ટ્રેકટર ડ્રાઈવરની સીટ નીચે હાઈડ્રોલિક ટોપ કવર પર હોય છે. તેમની સફાઈ ટાઈમે ન થતા ડિસ્ટ્રીબ્યુટરની ‘ઓ’ રીંગ ઘસાઈ/તુટી જાય છે. પરિણામે હાઈડ્રોલિકમાં ઝટકા લાગે છે. તેનાથી બચવા અને હાઈડ્રોલિકને કાર્યરત રાખવા મેગ્નેટિક ફિલ્ટરને નિયત સમયે સાફ કરવું આવશ્યક છે.



