
તરબૂચ અને શક્કરટેટીના ઉત્પાદનમાં ખેડૂતો નવતર પ્રયોગ કરી રહ્યા છે. કેટલાક ખેડૂતમિત્રો કોપ ક્વર (નોન વુવન પ્લાસ્ટિક ક્વર)ની મદદથી શક્કરટેટીનું વાવેતર ફેબ્રુઆરીની જગ્યાએ જાન્યુઆરીમાં જ કરવા લાગ્યા છે. જેમાં પાને ક્રોપ ક્વરના લીધે વાવેતરમાં શરૂઆતની અવસ્થામાં રોગ જીવાત તેમજ ઠંડી સામે રક્ષણ મળે છે. જેના લીધે ઉત્પાદન વધુ થાય છે. તેમજ સિઝનની એક મહિના પહેલા ઉતારો પણ મળવા લાગે છે. આ ક્રોપ ક્વરનો ઉપયોગ શરૂઆતના ૨૫ થી ૩૦ દિવસ પૂરતો કરવાનો હોય છે. ઘણા આ પ્રકારના માળખાને ગ્રો ક્વર કે ટનલ પણ કહે છે.



