
એક કિલોગ્રામ ગાયનું છાણ, એક લિટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ કળી ચૂનો, ૫૦૦ ગ્રામ ગાયનુું દૂધ, ૧૦૦ ગ્રામ વડની નીચેની માટી. આ બધી વસ્તુઓને આઠ લિટર પાણીમાં બે દિવસ સુધી રાખવી. ત્યાર બાદ કપડાથી ગાળી કોઈ પણ પાકનાં બીજને માવજત આપવાથી સ્ફુરણ સારું થાય છે અને ઉગસુક કે ફુગજન્ય રોગો સામે રક્ષણ મળે છે. હું છેલ્લાં ત્રણ વર્ષથી મગફળી, કપાસ, મગ, ગુવાર, તલ, બાજરો, ઘઉં, મકાઈ, જુવાર, તરબુચ, મરચી વગેરે પાકોમાં રાસાયણિક ખાતર, દવાનો ઉપયોગ કર્યા વિના પાકનું સારું ઉત્પાદન મેળવી રહ્યો છું. ખેતી ખર્ચ ઘટ્યો છે અને નફાનો ગાળો વઘ્યો છે. સૌથી જમા પાસું એ છે કે, ખેતીમાં ખર્ચ ઘટતા જોખમનો ગાળો ઘટ્યો છે ! હવે ખેતી કરવામાં સ્વાભિમાન અનુભવું છું. – શ્રી લક્ષ્મણ મથુરભાઈ નકુમ મુ. હરીપર



