બટાટા કોલ્ડ સ્ટોરમાંથી કાઢયા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેની વાવણી કરવી. બટાટાના એક ટુકડાનું વજન ર૫ થી ૪૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. બટાટાના ટુકડાને વાવણી પહેલાં મેન્કોઝેબ ૧ કિલો દવા સાથે ૫ કિલોગ્રામ શંખ જીરૂ અથવા રાખનું મિશ્રણ કરી દવાની સૂકી માવજત આપવી જેથી બટાટામાં થતો કોહવારો અટકાવી શકાય તથા પાકનો ઉગાવો સારો અને એક સરખો મેળવી શકાય.



