મરચીના પાકમાં કાળી થ્રીપ્સ જીવાત ખુબજ નુકશાન કરે છે તેના માટે બજારમાં ઉપલબ્ધ દવાના નામ નોંધો.

મરચાંના પાકમાં અત્યારે કાળી થ્રીપ્સનો પ્રકોપ થયો છે . મરચીના પાકમાં આ જીવાત ખુબજ નુકશાન કરેછે . મરચીના પાંદડા ઉપર કરચલીઓ વિકસે છે અને ઉપરની તરફ વળે છે . પાંદડા લાંબા અને કળીઓ બરડ થઈ જાય છે અને નીચે પડી જાય છે. ઉપદ્રવથી વૃદ્ધિ અને ફૂલોનું ઉત્પાદન અટકી જાય છે, કાળી થ્રિપ્સ ફૂલોમાં દેખાય છે .બઝારમાં મળતી બ્રાન્ડેડ કંપનીની સારી જંતુનાશકો વાપરવી જોઈએ દા .ત ..સાયન્ટ્રાનિલિપ્રોલ 10.26% w/w OD. અથવા ફ્લુક્સામેટામાઇડ 10% ઇસી.અથવા આઇસોસાઈક્લોસારામ 9.2% w/w DC+ અથવા આઇસોસાઈક્લોસારામ 10% wv DCઅથવા સ્પિનોસાડ 45 % SC અથવા સ્પિનેટોરમ 11.7 SC અથવા ફિપ્રોનિલ 80% WG મોલેક્યુલ ટેક્નિકલ વાળી દવાનો પ્રયોગ કરવો .બોટલ ઉપર ટેક્નિકલ વાંચીને ખરીદ કરો .

Share this post: