આ જીવાત બહુભોજી હોવાથી શરૂઆતમાં લસણના ખેતરમાં ઊગી નીકળેલ ઘાસ ખાસ કરીને કાળીયા ઘાસ પર તેની વૃદ્ધિ થાય છે. અને ત્યારબાદ પાકના છોડ પર હુમલો કરતી હોય છે. તેથી ખેતરમાંથી ઘાસ અને નીંદણ દૂર કરવું જોઈએ.
• પાકની ફેરબદલી કરવી. આ જીવાતની કોશેટા અવસ્થા જમીનમાં પસાર કરતી હોવાથી અવારનવાર જમીનને ગોડવી તેમજ પાળા પર ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકીનો છંટકાવ સમયાંતરે કરવો.
પાકમાં સમયાંતરે પિયત આપતા રહેવું. બે પિયત વચ્ચે લાંબો ગાળો રહે તો જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા વધે છે. તેથી પિયત સમયસર આપતા રહેવું જેથી જમીનમાં રહેલ કોશેટાનો નાશ થાય.
રાસાયણિક જંતુનાશકો જેવી કે, સ્પીનોસાડ ૪૮ એસસી ૨ મિ.લિ. અથવા ક્લોરફેનપાયર ૧૦ ઈસી ૭.૫ મિ.લિ. અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૧૪ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા કાર્બોસલ્ફાન ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે બીવેરીયા બેઝીયાના (૨.૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર) અથવા મેટારીઝીયમ એનીસોપ્સી (૧.૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર)નો છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવો.
• કાર્બોફ્યુરાન ૩ જી. પ્રતિ હેક્ટરે ૫૦ કિ.ગ્રા. પ્રમાણે આપવાથી થ્રિપ્સને અસરકારક રીતે કાબૂમાં લઈ શકાય છે. પરંતુ પ્રવાહીરૂપ દવાની સરખામણીમાં દાણાદાર દવાઓ મોંઘી પડે છે.


