
રોગના અસરકારક નિયંત્રણ માટે શરુઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો. આણંદ કૃષિ યુનિવર્સિટીની હાલમાં થયેલ ભલામણ મુજબ ભીંડાના બીજને થાયામેથોક્ઝામ (૫ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા ઇમીડાકલોપ્રીડ (૧૦ મિ.લી. પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) ની માવજત આપ્યા બાદ એસીફેટ ૫૦% વે.પા. ઇમીડાકલોપ્રીડ ૧.૮% વે.પા. (૦.૦૨૬%) ના ૪૦, ૫૫ અને ૭૦ માં દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના પીળી નસનો રોગ અને પ્રસારક ‘સફેદમાખી’નું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય. રોગપ્રતિકારક જાતો જેવી કે જીઓએચ-૧ (ગુજરાત ભીંડા-૧), જીઓએ-૫ (ગુજરાત આણંદ ભીંડા-૫)નું વાવેતર કરવું. રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૨૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૩.૪ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.



