વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે

ધર્માગોલ્ડ

કાંતિભાઈ ભિમાણી
મુ. વેરશલપર, તા. નખત્રાણા, જી. કચ્છ- ભુજ. મો.૯૯૦૯૭ ૨૭૩૯૩

સૌ ખેડુત મિત્રો ને જણાવુ છે આ વષૅ મેં એક એકર કપાસનું વાવેતર કરેલ છે જેમાં મે વેદા સીડસનુ ધમૉગોલ્ડ બીજી કપાસના બિયારણનુ વાવેતર કરેલ હતું. જેનું વાવેતર જુન મહિનામાં તેનુ વાવેતર કરેલ. આ બીયારણની પહેલી જ વાવેતર કરેલ પણ આ બિયારણ મને આ વષૅ ખુબજ સારું ઉત્પાદન મળ્યું છે હાલ તારીખ ૦૮-૧૧-૨૦૨૫ ના રોજ મને ૬૦ મણ ઉત્પાદન મળી ગયું છે અને હજુ મને ૬૦ મણ ઉત્પાદન મળશે એવું મને લાગી રહ્યું છે.એટલે કે ૧૨૦ મણ એકરે ઉત્પાદન આ વષૅ મળશે આ વષૅ જે માવઠાની પરિસ્થિતિ હોવા છતાં આ વેરાયટીમાં ખુબજ સારું ઉત્પાદન મળ્યું છે.

હું જો આ ધમૉગોલ્ડ જાતની ખાસિયતની વાત કરું તો ફુલ ચાપકા નજીક નજીક બને છે, જીંડવુ મધ્યમ કદનુ છે પણ વધારે સંખ્યામાં અને એક જ કદના હોવાથી ઉત્પાદન ખુબ જ સારૂ મળે છે, જીંડવુ પુરે પુરૂ ખુલતું હવાથી વિણાટ ખુબ જ સરળ હોવાથી વિણાટ ખર્ચ ખુબ જ ઓછો આવે છે અને મેં આ વષૅ કપાસમાં ૫.૫ ફુટ ની ઊંચાઈ એ કપાસનું નીપીંગ પણ કરેલ હતું. તો દરેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે તમે પણ આ વેદા સીડસનુ ધમૉગોલ્ડ બીજીની પસંદગી મારી જેમ સારૂ ઉત્પાદન લો એ આશાથી.
કંપનીના પ્રતિનિધિ એરિયા મેનેજર યોગેન્દ્ર સિંહ જાડેજા મો.૯૦૧૬૯૭૯૧૫૧ સુ.નગર, કચ્છ