ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ

૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી ફૂલ ખરતાં અટકે છે અને ફળ બેસવામાં મદદ થાય છે.

૨. કેળામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ

કેળામાં ૧૦૦ પી.પી.એમ. (૧૦૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૧૦૦ પી.પી.એમ.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.) અથવા ૧૦૦ પી.પી.એમ. (૧૦૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૧૦૦ પી.પી.એમ.) નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) છાંટવાથી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.

કેળાના થડની આજુબાજુ નીકળતા પીલા દૂર કરવા ૧૬/૩૨ ભાગ પાણીમાં એક ભાગ ૨.૪ડી ભેળવી મિશ્રણના ચારથી પાંચ ટીપા પીલાના મધ્ય ભાગમાં રેડવાથી પીલા ફરી ફૂટતા નથી.