આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

• હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લીટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.)માં બોળવાથી ચાર દિવસ મોડી પાકે છે.

આંબામાં ફૂલોનું પ્રમાણ વધુ લાવવા ૫૦ પી.પી.એમ. જિબ્રેલીક એસિડ (જી.એ-૩.) છંટકાવ કરવો.(૧૦ લીટર પાણીમાં ૫૦૦ મીલીગ્રામ જી.એ-૩.).

• આંબાના ફળાઉ ઝાડમાં કેરી લખોટી જેવડી થયે નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) ૨૦ પી.પી. એમ. સાથે ૨% ટકા યુરિયાના બે છંટકાવ ૧૫૨૦ દિવસના ગાળે કરવાથી ફળનું ખરણ અટકે છે. (૧૦ લીટર પાણીમાં ૨૦૦ મીલીગ્રામ એન.એ.એ. સાથે ૨૦૦ ગ્રામ યુરીયા)

• આંબામાં તેમજ બીજા ફળપાકોમાં વહેલાં ફૂલો લાવવા માટે પાકલોબ્યુટ્રાઝોલ (કલ્ટાર) ૩ થી ૫ ગ્રામ છોડ દીઠ આપવાની ભલામણ છે.

• આંબાનાં પાકમાં નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨-૪-ડી ૮ પી.પી. એમ.ના છંટકાવ કરવાથી ફળો ખરતાં અટકાવી શકાય છે. (૧૦ લીટર પાણીમાં ૨૦૦ મીલીગ્રામ એન.એ.એ. અથવા ૮૦ મીલી ગ્રામ ૨૪ડી).

ફળો એક સરખા પાકે તે માટે ઈથરલનો ૫૦૦ થી ૧૦૦૦ પી.પી.એમ.નો છંટકાવ કરવો જોઈએ.