
ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ
વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને થડિયે અથવા અવાવરુ જગ્યાએ પડેલ હોય શું કરવું ? ઉંદરોના નુકસાનથી બચવા પિયત આપવાનું બંધ થાય અને લેટરલ ઉપાડી ગમે ત્યાં જમીન પર નહીં ફગાવી દેતાં, તેનાં વ્યવસ્થિત બંડલ બનાવી તેને લોખંડના પાઇપ અથવા મજબુત વાંસ-વળીમાં ભેરવી બે ઝાડવા વચ્ચે તેના થડ સાથે જમીનથી દોઢેક ફૂટ ઊંચી રહે એ રીતે છાંયડે લટકાવી દેવી. વાડીમાં પાથરેલ લેટરલમાં ક્યાંક ક્યાંક વાડ કે શેઢા નજીક ઉંદર-ખિસકોલાં થકી કાણાં પાડી દેવા કે ક્યાંક ઓછું-વત્તુ કાપી નાખવાનું બને છે પણ એનું એટલું બધું પ્રમાણ નથી હોતું કે આપણે એને રીપેર ન કરી શકીએ . સર્વિસ થેલી સાથે રાખી દાંત ભરાવેલ જગ્યાએ ખેંચીને પ્લાસ્ટિકની પટ્ટી બાંધી દઈ, કે વધુ ખરાબ કરેલ ભાગને કાપી લઈ ત્યાં જોઇન્ટર કે સાંધો કરી નવો ટુકડો જોડી રીપેર કરી લેવી એ જ ઉત્તમ ઉપાય જણાયો છે. કારણ ડ્રિપ ની ખેતીજ ફાયદાકારક છે ભાઈઓ .



