સંગ્રહેલ અનાજમાં જીવાતો ક્યાંથી આવે છે ?

સંગ્રહેલ અનાજમાં જીવાતો

  • કઠોળનાં ભોટવાં, ચોખાના ચાંચવા અને અનાજની ફુદીનો ઉપદ્રવ ખેતરમાંથી જ શરૂ થાય છે. તેથી આવા ઉપદ્રવવાળા કઠોળ/અનાજને સંગ્રહવામાં આવે તો તેમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે.
  • જીવાતવાળા જૂના બારદાન (કોથળા)નો ઉપયોગ કરવામાં આવે તો નવું અનાજ બગડવાનો ભય રહે છે.
  • સડેલા જૂના અનાજમાંથી જીવાતો કોઠારના નવા અનાજમાં ભળે છે.
  • કોઠાર, ગોદામ, પીપ, કોઠીની તિરાડોમાં ભરાઈ રહેલ જીવાત દ્વારા પણ ઉપદ્રવ થતો હોય છે.