ખાતર : હ્યુમિક તત્વો શું છે ?

વનસ્પતિ કે પ્રાણીના અંગોના જમીનમાં આંદ્રિકરણ (કોહવાણની) પ્રક્રિયાના કારણે તેમજ તેના પર નભતા સૂક્ષ્મજીવોના ચયાપચયની પ્રક્રિયાના કારણે પ્રાપ્ત થાય છે.હ્યુમિક તત્વો એ વનસ્પતિ, જમીન, અને સૂક્ષ્મજીવો વચ્ચે સાંકળરૂપી કડી સાબિત થાય છે. આમ, જમીનમાં કુદરતી તત્વોનું પ્રમાણ જેટલું વધુ તેટલું ઉત્પાદનમાં ફાયદો થાય છે.
હ્યુમિક તત્વો એ ઘણા વિજાતીય તત્વોનું સંરચનાત્મક સ્વરૂપ છે. તેને આણ્વિય અને દ્રાવ્યતાના આધારે તેને હ્યુમિક ઍસિડ, ફૂલ્વિક ઍસિડ અને હ્યુમીનમાં વર્ગીકૃત કરી શકાય છે. હ્યુમિક તત્વોમાં રહેલા જાેડાણ/વિભાજનની ગતિશીલતાના કારણે પ્રોટોનની આપ-લે થાય છે, જે વનસ્પતિના મૂળને પ્રભાવિત કરે છે. ખેડૂતો વધારેમાં વધારે છાણિયાખાતર,અન્ય કુદરતી કોહડાવેલ વાનસ્પતિક પદાર્થો અથવા તો બજારમાં ઉપલબ્ધ હ્યુમિક તત્વોનો પણ ઉપયોગ કરી આ પ્રકારના હ્યુમિક તત્વોનો વધારો શકે છે.

Share this post: