સોઈલ સોલારાઈઝેશનના ફાયદાઓ

જમીનના તાપમાનમાં વધારો ‘: સોલારાઈઝેશનથી જમીનના તાપમાનમાં વધારો થાય છે. જમીનની સપાટી પર સૌથી વધુ અને ઊંડાઈ સાથે ઘટે છે. ઉપરના ૫ સે.મી. સુધીમાં ભાગ ૧૦° સે. થી ૧૫° સે. સુધી વધી જાય જે લગભગ ૪૨° સે. થી ૫૫° સે. સુધી પહોંચી જાય છે, જયારે ઊંડાઈમાં ૪૫ સેમી સુધીમાં ૩૨° સે. થી ૩૭° સે. સુધી પહોંચી જાય છે. મોટા ભાગમાં ધરૂવાડીયામાં ૫-૧૦ સેમી અને શાકભાજીમાં ૧૫-૨૦ સે.મી. ઊંડાઈમાં કૃમિની હાજરી હોય છે. કૃમિ ૫૦°-૫૫° સે. તાપમાનમાં મરી જાય અથવા તો નિષ્ક્રિય થઈ જાય છે, જયારે લાંબાગાળા એટલે કે ૧૫ દિવસ સુધી હલકાં પિયત સાથે સોલારાઈઝેશન કરીયે તો કૃમિની સંખ્યામાં ઘટાડો થાય છે. જો પોલીહાઉસમાં સોલારાઈઝેશન કરીયે તો ત્યાંની ૧૦ સેમી ઊંડાઈ સુધી ૬૦° સે. સુધી તાપમાન વધી જાય છે જે કૃમિ નિયંત્રણ માટે ખૂબજ ઉપયોગી થઈ શકે.

Share this post: