
હાલના સમયમા ખેડૂતભાઈઓની મોટી તકલીફ એ છે કે, ખેતી ખર્ચ વધતો અને નફો ઓછો થતો જાય છે. ખેતી ખર્ચ ઘટાડવા માટે નીચે મુજબના મુદ્દા ધ્યાને રાખવા. • ખેતી ખર્ચના ઘટાડા માટે શૂન્ય ખેડ અથવા ઓછી ખેડની પદ્ધતિ અપનાવવી જોઈએ. • વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો અને સોઇલ હેલ્થ કાર્ડ અથવા જમીનનું પુથ્થકરણ કરી જરૂરિયાત મુજબના જ ખાતરોનો ઉપયોગ કરવો. • જમીનના સ્વાસ્થય માટે પ્રવાહી જૈવિક ખાતરો, સેન્દ્રિય ખાતર, અળસિયાનું ખાતર અને લીલો પડવાશનો ઉપયોગ કરવો. જેનાથી ૨૦ થી ૨૫ % સુધી ખાતર પર થતો ખર્ચ ઘટે અને ૧૦ થી ૨૦% જેટલો ઉત્પાદનમા વધારો થાય છે. પાક ઉત્પાદક સામગ્રીનો સામૂહિક ખરીદીનો અભિગમ રાખવો. • સંકલિત રોગ-જીવાત નિયંત્રણની પદ્ધતિઓનો અમલ કરવો જોઈએ.



