
મુખ્ય પોષકતત્વો પૈકી પોટેશિયમ એ છોડની વૃદ્ધિ અને વિકાસ માટે અનિવાર્ય પોષકતત્વ છે અને તેને મુખ્ય પોષકતત્વ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, કારણ કે, છોડને બહોળા પ્રમાણમાં તેની જરૂરિયાત પડે છે. તમામ આવશ્યક તત્વોમાંથી, પોટેશિયમએ નાઈટ્રોજન પછી બીજા ક્રમે છોડ દ્વારા લેવામાં આવે છે, તે સામાન્ય રીતે ફળદ્રુપતા વધારવા માટે જમીનમાં આપવામાં આવે છે અને તે મોટાભાગના કહેવાતા “સંપૂર્ણ” મિશ્ર ખાતરોનો એક ઘટક છે. ફોસ્ફરસથી વિપરીત, પોટેશિયમ માત્ર હકારાત્મક રીતે ચાર્જ કરેલ, K+ તરીકે જમીનના દ્રાવણમાં હાજર છે. ફોસ્ફરસની જેમ, પોટેશિયમ સામાન્ય રીતે વાતાવરણમાં નષ્ટ થઈ શકે તેવા કોઈપણ વાયુઓ બનાવતો નથી. વિવિધ પોષક તત્વોમાં પોટેશિયમને ગુણવત્તા માટેના પોષકતત્વ તરીકે ઓળખવામાં આવે છે



