
સોલાર ઈલેકટ્રીક ફેન્સિંગ ગોઠવણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ
૧. ફેન્સ વાયરનું ઈસ્ટોલેશન ટેલિફોન વાયર અથવા ટેલિગ્રાફ, રેડિયો એરિયલથી દૂર રાખવું.
૨. એક જ ફેન્સ ઉપર બે અલગ અલગ એનર્જાઈઝર લગાવવા નહીં કે એક જ એનર્જાઈઝર ઉપર બે ફેન્સ સર્કીટ જોડવી નહીં. ૩. બે અલગ અલગ ફેન્સિંગ જેને અલગ અલગ એનર્જાઈઝરથી સ્વતંત્ર જોડવી હોય તો બંને ફેન્સિંગના વાયર વચ્ચેનું અંતર ૨ મીટરથી ઓછું રાખવું નહીં. ૪. કાંટાળા વાયરનો સોલાર ફેન્સિંગ માટે ઉપયોગ કરવો નહીં. ૫. એનર્જાઈઝર કે ફેન્સ કનેકશન યા ફેન્સને બીજા કોઈપણ પ્રકારના સાધનો જેવા કે પોલ્ટ્રી, પ્રાણીઓના સાધનોને નુકશાન થઈ શકે છે. ૬. અર્થિંગ માટે એનર્જાઈઝર મેન્યુફેક્ચરરની સલાહ અને સુચનોનું પાલન કરવું. ૭. કોઈપણ બીજા પ્રકારના અર્થિંગને ઓછામાં ઓછો ૧૦ મીટર દૂર રાખવો. ૮. બિલ્ડીંગ અને જયાં ખારાશવાળી જમીન હોય ત્યાં લીડ આઉટ કેબલ તરીકે ગેલ્વેનાઈઝ વાયર વાપરવો નહીં કે હાઉસ હોલ્ડ ઈલેકિટ્રક વાયર વાપરવો નહીં. ૯. લીડ આઉટ કેબલ કે ફેન્સ વાયરને ઈલેકિટ્રક કે ટેલિફોન લાઈન ઉપરથી પસાર કરવો નહીં. ૧૦. લીડઆઉટ કેબલને જમીનમાંથી પસાર કરવા માટે લોખંડની પાઈપમાં ઈસ્યુલેટેડ હાઈ વોલ્ટેજ વાયર નાંખીને પસાર કરવો. આનાથી પ્રાણીની ખરી (પગ) કે ટ્રેકટરના વ્હીલથી નુકશાનીથી બચાવી શકાય. ૧૧. કંપનીના સર્ટિફાઈડ ઈન્સ્ટોલર પાસેથી સિસ્ટમને પરીક્ષણ કરાવવી. ૧૨. જલદી સળગનાર મટિરિયલ્સ ફેન્સના વાયર અને એનર્જાઈઝરથી દૂર રાખવું. જયારે આગ લગાવાનો સંભવ હોય ત્યારે એનર્જાઈઝર ડીસકનેકટ કરવું.
ચેતવણી : સોલાર ફેન્સિંગ સાથે વીજળીથી ચાલતા કોઈપણ સાધનો જોડવા નહીં. બેટરી જયારે એનર્જાઈઝર સાથે જોડેલી હોય ત્યારે બેટરી ચાર્જરથી બેટરીને ચાર્જ કરવી નહીં.



