
જીવાતની વાત ઉપરથી યાદ આવ્યું કે આ બધી આપણા પાકમાં આવતી વિવિધ જીવાતોનું જીવન ચક્ર કેવી રીતનું હોય છે તે આપણને ખબર હોવી જોઈએ અને આપણને દરેકને એક પ્રશ્ર્ન રહે છે કે આપણા પાકમાં આવતી જીવાત જેમ જેમ સમય જાય છે તેમ તેમ કેમ કંટ્રોલમાં આવતી નથી ? પાકમાં અલગ અલગ જીવાતો આવે છે અને તેનું સરળતાથી નિયંત્રણ થતું નથી એમ કેમ છે ? નોંધો કે દરેક જીવાતના જીવન ચક્રની ચાર અવસ્થા હોય છે, ઈંડા, ઈયળ, કોશેટા અને પુખ્ત, પાકનેઆપણા નુકશાન કરતી જીવાતોનું નિયંત્રણ કરવા માટે આ અવસ્થાનો અભ્યાસ કરવો પડે. દરેક જીવાતની અલગ અલગ અવસ્થા કેટલા દિવસની હોય તે નોંધી લેવું જોઈએ , જીવાત કઈ અવસ્થામાં મારવી તે ખબર હોય તો સહેલાઇ થી નિયંત્રણ કરી શકાય પણ આ અવસ્થા જાણવા ખેતરમાં આંટો મારવો પડે સ્કાઉટીંગ કરવું પડે



