કૃષિ યૂનિવર્સિટીના દ્વારે થી :

આપણંા રાજયમાં કૃષિ સંશોધન, કૃષિ શિક્ષણ અને કૃષિ વિસ્તરણ પ્રવૃતિ ક્ષેત્રે કુલ ચાર કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. (૧) દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (૨)આણંદ કૃષિ યુનિવર્સિટી (૩) નવસારી કૃષિ યુનિવર્સિટી અને (૪) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ તમામ કૃષિ સંશોધન કાર્યમાં હજારો કૃષિ વૈજ્ઞાનિકો સામેલ છે. આધુનિક ખેત પઘ્ધતિઓ, સુધારેલા તેમજ હાઈબ્રીડ બીયારણની જાતો, રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના વપરાશ અંગે, કૃષિયંત્રો અને ઓજારોમાં સુધારા વધારા વગેરે અનેક બાબતો પર સંશોધન થઈ રહ્યા હોય ત્યારે અવારનવાર સંશોધનોના પરિણામો બહાર આવતા હોય છે અને ખેડૂતમિત્રોને ભલામણ યોગ્ય સંશોધન હોય તે સમાચાર બને છે. આ કૃષિ સંશોધનોના સમાચાર ‘કૃષિ વિજ્ઞાન’ માસિકમાં ‘કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી ’ શીર્ષક હેઠળ અલગ વિભાગમાં આપવામાં આવે છે. ખેડૂત વાંચકોને આ સંશોધનો અને ભલામણો અતિ ઉપયોગી હોય છે તેથી કૃષિ સમાચાર તરીકે આ વિભાગની નોંધ લેવી જ રહી.