
ખેતરમાંથી ઘાસ અને નીંદણ દૂર કરવું. રોપતી વખતે ચાસમાં કાર્બોફયૂરાન ૩ જી ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આ૫વુ. આ જીવાત તેની કોશેટા અવસ્થા જમીનમાં ૫સાર કરતી હોવાથી અવાર-નવાર જમીનમાં પાકમાં નિયત સમયાંતરે ગોડ કરવો.
વધુ ઉપદ્રવ વખતે લેમ્ડા સાયહેલોથ્રીન ૫ ઇસી 8 મિ.લી. અથવા ટેલ્ફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિલી ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.



