
ફાયટોપ્થોરા બ્લાઈટ, મૂળનો સૂકારો મરચીમાં ત્યારે લાગે છે જયારે વરસાદની સીઝન હોય ત્યારે ખૂબ વરસાદ હોય, હવાથી છોડ ડગડગ થાતા હોય, જમીન અને થડ વચ્ચે જગાં થઈ હોય ત્યાં પાણી ભરાય, ચીકણી જમીનમાં આ રોગ થાય, છોડ ઉભો ઉભો સુકાય જાય, હવે રોગ તમારા ખેતરમાં આવતો હોય તો કરવું શું ? ચોમાસામાં છોડ ડગે નહિ, છોડ અને જમીન વચ્ચે જે જગ્યા થાય છે તે ન પડવા દયો તો આ રોગ ઓછો આવે, એટલે કે મારું કહેવાનું છે ખેડૂતોએ પાળા ઉપર મરચી વાવવી મરચીની હારમાં દર ૧૫ ફુટે વાંસ કે લાકડી ખોડીને દોરીથી છોડને બાંધી દે તો છોડ હવાથી હલે નહિ ને આ રોગ લાગે નહિ ! હા, જયાં આ રોગ લાગતો હોય ત્યાં મરચીમાં કોઈ દિવસ પાળા ચડાવવા નહિ તમે જયાં ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે કે મૂળનો સૂકારો લાગ્યો હોય ત્યાં જોજો સપાટ કયારામાં મરચી હશે. પાળા ચડાવેલા હશે, આ રોગ માટે જરૂરી હોય છે ખેતી પદ્ધતિ સુધારવાની તેમ છતાં શરૂઆત હોય તો રીડોમીલનો સ્પ્રે અને રીડોમીલ ગોલ્ડનું ડે²ન્ચીંગ કરવું જોઈએ.



