સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ બનાવવાની રીત – ૨

સારી ગુણવત્તાવાળા સોયાબીન ને યોગ્ય સાફ સફાઈ દ્વારા તૈયાર કરી તેને ૩ લિટર સ્વચ્છ પાણીમાં ૧ કિ.ગ્રા નાં પ્રમાણમાં લઈ ઓછામાં ઓછા ૩ થી પ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ પાણીમાંજ સોયાબીનને હાથથી રગડી લેતાં ઉપરની ફોતરી જુદી પડી જશે. આ ફોતરીને તેમાંથી દૂર કરતા સોયાબીન અને તેમાંથી અમુક અંશે દાળ છુટી પડશે. આ રીતે તૈયાર થયેલ સોયાબીન/ દાળને નિતારી પ્રેશરકુકરમાં ૬ થી ૭ સીટી થાય ત્યાં સુધી પકાવી લેવા. પકાવેલ સોયાબીન/દાળને કુકરમાંથી કાઢી યોગ્ય ટ્રેમાં લઈ એક કલાક છાંયડે સૂકવવી. છાંયડામાં સૂકવ્યા બાદ ૮ થી ૧૦ કલાક સૂર્યના તાપમાં અથવા ડ્રાયરમાં ૬ થી ૮ ટકા સુધીનો ભેજ રહે તે મુજબ ફરી સૂકવણી કરી પ્રોસેસ થયેલ સોયાબીન/દાળને દળી લઈ સંપૂર્ણ સોયા લોટ બનાવી યોગ્ય પોલીથીન બેગમાં ભરી સીલ કરી વપરાશ કરી શકાય છે.

Share this post: