છંટણી

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં બે ઝાડ વચ્ચેનું અંતર ઓછું હોવાથી નિયમિતપણે છંટણી કરવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે વાડીમાં બે ઝાડ વચ્ચેનું અંતર તેમજ ઉત્પાદકતા જાળવી રાખવા માટે દર વર્ષે ફળ ઉતાર્યા પછી તરત જ ડાળીની ટોચથી ૧૫-૨૦ સે.મી. અંદરથી છંટણી કરવી જરૂરી છે.
આંબામાં ઘનિષ્ટ અથવા અતિ ઘનિષ્ટ વાવેતર કરેલ હોય ઝાડ ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે કે ૫ થી ૭ વર્ષમાં એકબીજાને અડી જશે, ઝાડોની ઊંચાઈ ખૂબ વધી જાય છે. તે ઝાડને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી જેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. આવી આંબાવાડીઓમાં નિયમિત છંટણી કરી ઉત્પાદકતા વધારી શકાય છે.

Share this post: