
૧૮ મી સપ્ટેમ્બર થી ૨૦ મી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૫ યોજાય રહ્યો છે . આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી આપણા ખેડૂતભાઈઓ માટે અને ખેતી આધારિત ઉદ્યોગો માટે એક નવી દિશા આપશે. આ પ્રદર્શિનમાં ડેરી ઉદ્યોગ ગાયના દૂધ -એ-2 દૂધ માંથી બનતો પાવડર, ચોકલેટથી શરુ કરી વિવિધ બનાવટોના ઉત્પાદકો ભાગ લેશે, ગૌ મૂત્ર માંથી બનતી દવાઓ, જંતુનાશકો, સાબુ, શેમ્પુ વગેરેનું ઉત્પાદન કેમ કરવું તેનું માર્ગદર્શન મળશે. ગાયનું ગોબર માંથી અનેક વસ્તુઓ, અગરબત્તી થી શરુ કરી વિવિધ સુશોભન માટેની વસ્તુઓ જોઈ ને આવો નાનો ઉદ્યોગ કેમ શરુ કરાય તે સમજાશે. આ પ્રદર્શીનીમાં જૈવ ઉર્જા, ઘાસચારા માટેની નવા આધુનિક પોષણ થી ભરપૂર નવા ચારાના બિયારણો પણ પ્રદર્શિત થશે, પશુ ચિકિત્સા, પંચગવ્ય ચિકિત્સા અને ગાય આધારિત નવા ઉદ્યોગ અને ટેક્નોલોજી સમજવા મળશે. પ્રાકૃતિક ખેતીની દિશા માટે આ પ્રદર્શીની ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, ઓર્ગનિકના ચાહકો અને કૃષિ ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થી માટે ખુબજ ઉપયોગી છે ત્યારે સૌ ખેડૂત મિત્રોને ખાસ આ પ્રદર્શિનીમા જવું રહ્યું. આ મેળામાં બીજું શું નવીન છે તે જાણવા ફોન કરો 9173826807 અથવા 9825229966



