બટેટાના મુખ્ય રોગ અને નિયંત્રણ કેમ કરશો  ? 

કંદના રોગોમાં કોમન સ્ક્રેબ અને કાળા ચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્કેબ તથા કાળા ચાઠાના-નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરિક એસિડ (આઈપી ગ્રેડ) 3 ટકાના (૩૦ ગ્રામ દવા ૧ લિટર પાણીમાં) દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી બોળીને માવજત આપવી જરૂરી છે. બટાટા બેસવાની અવસ્થાએ એટલે કે, વાવણી બાદ ૨૫ થી ૪૦ દિવસ વચ્ચે ટૂંકાગાળે પિયત આપવું જેથી રોગને નિયંત્રિત રાખી શકાય. ઉપરોક્ત બંને રોગ માટે કેટલીક ખેતી પદ્ધતિઓ જેવી કે, ચોમાસામાં લીલો પડવાશ કરવો, ઉનાળામાં જમીનની ઊંડી ખેડ કરી તપાવવી , પાક ફેરબદલીમાં રજકો અને રજકા બાજરી તથા અન્ય ધાન્ય પાકો લીધા પછી બટાટાનો પાક લેવાથી રોગ ઓછો કરી શકાય છે.

ફૂગજન્ય રોગોમાં આગોતરો સુકારો મુખ્ય છે. જેના નિયંત્રણ માટે વાવેતર બાદ ૩૫-૪૦ દિવસે પ્રથમ છંટકાવ ક્લોરોથેનોનીલ ૭૫% વે.પા.ના ૦.૨૫ ટકા પ્રમાણે કરવો અને રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૦થી ૧૫ દિવસે હેકઝાકોનાઝોલ ૫% ઈ.સી.ના ૦.૦૫ ટકા અને ત્રીજો છંટકાવ ૧૦થી ૧૫ દિવસ બાદ ફરીથી ક્લોરોથેનોનીલ ૭૫% પ્રમાણે કરવાથી પણ આગોતરો સુકારાનું ઘણું સારું નિયંત્રણ મળે છે. આ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જેવી જાતોનું વાવેતર કરવા ભલામણ છે.

Tags

Share this post: