
માટીની વાત આવી છે તો જમીનની ફળદ્રુપતાની વાત કરી લઈએ. આપણી જમીન ફળદ્રુપ રહે, આપણી જમીન જીવતી રહે તે માટે જમીન એ શું છે ? તે સમજવું પડે આપણી જમીન એટલે વરસોના વરસો સુધી કેળવેલી આપણા બાપ-દાદાની મહેનતનું પરિણામ છે. આપણી જમીન એટલે આપણા છોડનો આધાર, આપણા છોડને જમીનમાં રહેલા પોષક તત્વો મૂળ દ્વારા આપવાનું મીડીયમ. જમીનનું એક વિજ્ઞાન છે . જમીનમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને જમીનમાં ખાતર, પોષકતત્વો, હયુમસ, ઉપયોગી બેકટેરીયા, હવા, ભેજ વગેરેની હાજરીમાં છોડ મૂળ દ્વારા પોષક તત્વો ખેંચે છે અને આપણે આ રાસાયણિક પ્રક્રિયાને થોડું સમજીએ તો ધાર્યું ઉત્પાદન લઈ શકીએ. જમીનના વિવિધ પ્રકારો ના આધારે પાણીનું પાચન જમીનમાં થતું હોય છે . જમીનનો પીએચ સમજાવો પડશે .



