આજે તમને સમજાય છે કે ઝાડવા આપણા મિત્ર છે.

આજે આ કાળઝાળ ગરમીની વાત કરવી છે આપણી વાડીની જમીન , કૂવો ,બોર , પાઈપલાઈન કે પછી શેઢો આજે પોકારી પોકારીને કહે છે કે હે મારા દેવના દીધેલ ખેડૂત મિત્ર અને મારા ખેતરના ભાગીયા તમે આ ગરમ ગરમ લૂના સુસવાટા શું કહે છે તે સાંભળો. લૂ કહે છે કે તમે તમારાં સેઢે એક ઝાડવું રેવા નથી દીધું , ઝાડના તો તમે વેરી છો , સેઢે તમને ઝાડવા હોય તો શું નુકશાન હતું ? બિચારા પશુ -પક્ષી વિસામો લેત અને આ સુસવાટા મારતી લૂ ને પણ થોડી ટાઢી કરત. તમને તો તમારા શેઢે તમારા બાપદાદાએ કરેલી લીમડાની લાઈન પણ કાઢી નાખી કારણકે છેલ્લા ચાસમાં ઓથ થતી હોવાથી એક ચાસમાં મગફળી ઓછી પાકતી . હવે આજે તમને સમજાય છે કે ઝાડવા આપણા કેટલા મિત્ર હતા . લૂની આ વાત સાંભળીને તમને થતું હશે કે આવા ઉનાળે લીમડા કેવા લીલાછમ ઉભા હોય છે જાણે આ કાળઝાળ ગરમી સામે એને કઈ નથી બોલો !

Tags

Share this post: