હળદરની સૂકવણી

ઉકાળેલી ફિંગર રાઇઝોમ્સને વાંસની સાદડીઓ અથવા સૂકવવાના ફ્લોર પર ૫-૭ સેમી જાડા સ્તરોમાં ફેલાવીને તડકામાં સૂકવવામાં આવે છે. રાત્રિના સમયે સુકાવવા માટે રાખેલ ઢગલા પર હવાની અવર-જવર થાય એ રીતે તેને કવર કરવું, સંપૂર્ણ ઢગલાને સુકાતા ૧૦-૧૫ દિવસ સુધીનો સમય લાગે છે. કુત્રિમ રીતે સૂકાવવા માટે હોટ એર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ૬૦ ડિગ્રી સે. તાપમાને સારી ગુણવત્તાયુક્ત સૂકવણી થાય છે.

Share this post: