
પાક ફેરબદલી કરવી. એકની એક જમીનમાં મગફળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./ હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર સાથે આપવો. ત્યાર બાદ વાવેતરના એક માસ બાદ તેટલો જ જથ્થો રેતી સાથે ભેળવીને આપવો. ફૂલ આવવાના સમયે, સીંગો બંધાવાના સમયે કે દાણાના બંધારણ સમયે જમીનમાં ભેજની ઉણપ હોય તો પિયત આપવું. ઓછામાં ઓછી આંતર ખેડ કરવી તેમજ પાળા ચઢાવવા નહીં.



