ટીસ્યુકલ્ચર એ શું છે ?

આ બીજેત્તર વર્ધનની એક ઉત્તમ રીત છે. જે ઝાડ ખડતલતાં, ઉત્પાદકતા, રોગપ્રતિકારકતા જેવી બધી ઉત્તમ બાબતોમાં શ્રેષ્ઠ પુરવાર થયું હોય, તેના શરીરના કોઇપણ ભાગ-મૂળ, થડ, ડાળી, પાંદ, કે ફૂલમાંથી થોડો ટુકડો લઇ, તેને લેબોરેટરીમાં ખાસ માવજત આપી એક ટુકડામાંથી હજારો છોડ-બધા એક જ સરખા રંગે, રૂપે, લક્ષણે સમાનતા ધરાવતા, જાણે યુનીફોર્મ પહેરીને ઊભેલી સૈનિકોની બટાલિયન !એકદમ બેલડાના બાળકો જેવા જ તૈયાર કરી શકાય છે. ‘ટીસ્યુકલ્ચરના રોપા’. એટલે કે ‘કોષ કલમ’. અને આ તૈયાર કરી શકાય છે લેબોરેટરીમાં. માત્ર ખલેલા જ નહીં, પણ કેળ,પપૈયા, દ્રાક્ષ, લીંબુ, સ્ટ્રોબેરી, ગુલાબ, સાગ, અરે ! શેરડી સુધ્ધાંના આવા બડકંદાજ રોપા મળવા લાગ્યા છે. જરૂર છે માત્ર આયોજન કરી આપણી વાડીમાં લગાવવાની !

Tags

Share this post: