
સફેદ ઘૈણ (મુંડા) જીવનચક્ર
ઘૈણના ઢાલિયા કીટકો ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જમીનમાંથી સુષુપ્ત અવસ્થામાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે અને રાત્રિના સમયે નર અને માદા ઢાલિયા ખેતરની આજુબાજુ શેઢાપાળા પરના ઝાડો (દેશી બાવળ, બોરડી, લીમડો, સરગવો) પર એકઠા થઈ અને ઝાડના પાન ખાય છે. આ જીવાતની સડા અવસ્થા આશરે એક અઠવાડિયાની હોય છે. ત્યારબાદ નાની સફેદ રંગની ઈયળો નીકળે છે. જે શરૂઆતમાં મગફળીના તંતુમૂળ અને ત્યારબાદ મુખ્યમૂળ, સૂયા તેમજ અપરિપક્વ ડોડવાઓને કાપી ખાઈને નુકસાન કરે છે. ઈયળ અવસ્થા લગભગ ૩ થી ૪ માસની હોય છે. ત્યારબાદ તે કોશેટા અવસ્થામાં જાય છે. કોશેટા અવસ્થા લગભગ ૧૦ થી ૨૭ દિવસની હોય છે. ત્યારબાદ પુખ્ત ઢાલિયું બહાર આવે છે. જે સુષુપ્ત અવસ્થામાં બીજા વર્ષ સુધી જમીનમાં રહે છે અને બીજે વર્ષે પ્રથમ વરસાદ થયે બહાર નીકળે છે. વર્ષમાં ફક્ત આ જીવાતની એક જ પેઢી જોવા મળે છે.



