
જમીનના કાર્બનિક પદાર્થમાં ૫૫ થી ૬૦% જેટલો સેન્દ્રિય કાર્બન રહેલો છે. જમીનનો કાર્બનિક પદાર્થ એ એક પ્રકારનો કાર્બનિક ઘટક છે, કે જેમાં મુખ્ય ત્રણ પરિસ્થિતિનો સમાવેશ થાય છે. છોડના નાના અવશેષો તથા જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની હાજરી વિઘટિત થતાં કાર્બનિક પદાર્થ સ્થિર કાર્બનિક પદાર્થ (હ્યુમસ) આમ આ કાર્બનિક પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો બનેલો છે, પણ તેમાં થોડા પ્રમાણમાં પોષકતત્ત્વો પણ આવેલા હોય છે. જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સલ્ફર, વધુમાં વધુ કાર્બનિક પદાર્થ જમીનમાં વધવા લાગે તો વાતાવરણમાંથી કાર્બનનો ઘટાડો થાય છે અને જે ઘણું લાભદાયક પરિણામ બની શકે છે.



