
લાયબીંગ નામના જર્મન વૈજ્ઞાનિક લો ઓફ મીનીમમનો સિધ્ધાંત આપ્યો છે તેની ફરી ચર્ચા કરીએ કોઈપણ પાકને તેના મહત્તમ ઉત્પાદન માટે લો ઓફ મીનીમમ સિદ્ધાંત લાગુ પડે છે. દા.ત. કોઈપણ પાકના ઉત્પાદન માટે પોષક તત્વોના ઉપાડના આધારે પાકને અલગ અલગ તત્વોની જરૂરીયાત હોય છે તેમાંથી એક તત્વ માની લ્યો ઓછું મળ્યું અને બાકીના બધા જ તત્વો પુરતા પ્રમાણમાં આપ્યા તેમ છતાં જે ઓછું છે તેની સાપેક્ષમાં ઉત્પાદન મળશે. વધુ દ્રષ્ટાંત સાથે સમજીએ. દા.ત. પાકને એન.પી.કે. જરૂરીયાત કરતા વધુ આપ્યું પણ જમીન અને પાણીનો ટેસ્ટ તમે કર્યો નથી. સૂક્ષ્મતત્વોની જરૂરી માત્રા તમારી જમીનમાં નથી તે તમારે છોડને બહારથી આપવી જરૂરી હતી.
દા.ત. ભોજનમાં મીઠાની માત્રા ખુબ જ ઓછી હોય , પણ જરૂરી છે તેવી જ રીતે જો બોરોન ની માત્રા જરૂરી છે તેના કરતાં અડધી આપી હોય તો ઉત્પાદન અડધું મળશે ભલેને પછી બીજા પોષક તત્વો પુરતા આપ્યા હોય ટૂંકમાં મહત્તમ ઉત્પાદન લેવા દરેક તત્વ સપ્રમાણ અને સીધા જ મૂળમાં આપવાની પદ્ધતિ ફર્ટીગેશન અપનાવવું પડે જો તમે મરચી અથવા બાગાયત પાક લેતા હો તો તમારે ફર્ટીગેશન કરતા શીખવું પડે તો ધાર્યું ઉત્પાદન મળે
દા .ત . જો તમે જો આવતા વર્ષે પાળા, મલચીંગ અને ડ્રિપ સાથે 15 વિઘા થી વધુ મરચીનું વાવેતર કરવાના હો તો રાજકોટ ખાતે 16 માર્ચ 2025 ના રોજ યોજાનાર ચીલી કી પાઠશાળા પંદર વીઘા સેમિનાર માં ભાગ લઈને સાચી બીજની પસંદગી કરી સાથે ફર્ટીગેશન કરી ધાર્યું ઉત્પાદન લઇ શકો. 🌶 ચીલી કી પાઠશાળા માં તમારું નામ નોંધાવવા નીચે આપેલ બટન ક્લિક કરી ફોર્મ ભરો ગ્રુપમાં જોડાવ.



