પાક માટે ગંધક (સલ્ફર)ના કાર્યો ક્યાં ક્યાં છે ?

• પાકની વૃધ્ધિ અને વિકાસ માટે ગંધક ખૂબ જ આવશ્યક તત્ત્વ છે.
ગંધક પાકની વૃધ્ધિના ગાળા દરમ્યાન થતી ચયાપચયની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ગંધક પાકના હરિતકણો (કલોરોફ્લિ), સ્ટાર્ચ, પ્રોટીન, ગ્લુકોસાઈડ, તેમજ વિટામીનોના સંશ્લેષણની કામગીરીને સક્રિય કરે છે. વળી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને પણ ઉત્તેજીત કરીને હરિત પદાર્થોના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદરૂપ બને છે.
• ગંધક છોડના નત્રિલ પદાર્થોની ચયાપચયની પ્રક્રિયાને મદદરૂપ થાય છે તેમજ નાઈટ્રેટને જમા ન થવા દઈને પાક તેમજ ઘાસની ગુણવત્તા વધારે છે. નાઈટ્રોજનઃગંધકનું પ્રમાણ ૧૦:૧ કરતા ઘટે તો ઘાસની ગુણવત્તા સારી માનવામાં આવે છે.
ગંધક બટાટા અને અન્ય કંદમૂળ વર્ગના પાકોમાં સ્ટાર્ચની, ઘઉમાં બેકિંગની અને શેરડીમાં ખાંડની ઉપજમાં વધારો કરે છે

Share this post: