નવેમ્બર માસના પ્રથમથી ત્રીજા અઠવાડિયામાં વાવણી કરવાથી ઉત્પાદન સારું મળે છે. મોડી વાવણી કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
રાજગરાની કાપણી, લણણી અને સંગ્રહ :
રાજગરાનો પાક લગભગ ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકી જાય છે. પાક પીળો પડે સુકાઈ જાય તેમજ તેના ડુંડા/ માંજરને દબાવતાં દાણા છુટા પડે ત્યારે કાપણી કરવી.
છોડ સુકાઈ જાય ત્યારે રાજગરાના દાણા નીચે પડી ન જાય તે પ્રમાણે ઉપાડી પાકા ખળામાં લાવી બળદ અથવા ટ્રેકટરથી હાલર કરી પછી ઉપણીને અથવા થ્રેસરથી પણ લઈ શકાય છે.
જો દાણામાં સાધારણ ભેજ જેવું જણાય તો એકાદ-બે દિવસ સૂર્યના તાપમાં તપાવી કોથળાની અંદર ભરીને સારી જગ્યાએ સંગ્રહ કરી શકાય. આ પાકના દાણાને કોઈ જીવાત દ્વારા નુકસાન નહિવત થતું હોઈ લાંબા સમય સુધી પણ સંગ્રહ કરી બજારમાં જ્યારે ભાવ સારા હોય ત્યારે વેચાણ કરીને સારી આવક મેળવી શકાય.
ઉત્પાદન :
પાકનું સરેરાશ ઉત્પાદન ૨૦૦૦ થી ૨૫૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર મળે છે.



