ઘઉંની મોડી વાવણી

ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના કારણે દાણા પુરતા પોષતા નથી અને ચીમળાઈ જાય છે. જેના પરિણામે મોડી વાવણીમાં સમયસરની વાવણી કરતાં ઉત્પાદનમાં લગભગ ૧૮ ટકાનો ઘટાડો થાય છે. આમ, વાવણી સમય એ ઉત્પાદકતામાં અગત્યનો ભાગ ભજવે છે. વાવણી સમયને ધ્યાને રાખી ભલામણ કરેલ ઘઉંની જાતની પસંદગી કરવી

Tags

Share this post: