અસહજીવી નાઈટ્રોજન સ્થિરિકરણ કોને કહેવાય ?

જમીનમાં ઘણા સૂક્ષ્મજીવો એકલા-સ્વતંત્ર-મુક્ત રીતે રહી જમીનમાં નાઈટ્રોજન સ્થિર કરે છે જેને અસહજીવીકરણ તરીકે ઓળખાય છે. અસહજીવિત રીતે નાઈટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓ જેવા કે, એઝેટોબેક્ટર, અઝોસ્પાઈરીલમ, ક્લોસ્ટ્રીડીયમ અને બ્લૂ ગ્રીન આલ્ગી. એઝોટોબેક્ટર કરતાં ક્લોસ્ટ્રીડીયમ જમીનમાં ખૂબ જ મોટા જથ્થામાં રહેલા છે પરંતુ તે ઓછા પ્રમાણમાં નાઈટ્રોજન – સ્થિર કરે છે. ડાંગર, મકાઈ, જવ, ઘઉં, શેરડી, બટાટા, ડુંગળી, રીંગણ, ટામેટા, કોબીજ વગેરેના ઉત્પાદનમાં વધારામાં એઝોટોબેક્ટર જ જવાબદાર છે કે જે ૨૦-૪૦ કિલો પ્રતિ હેક્ટરે નાઈટ્રોજન જમીનમાં સ્થિર કરે છે, જ્યારે બ્યૂ ગ્રીન આલ્ગી ડાંગરનું ઉત્પાદન વધારવામાં ફાળો આપે છે.

Tags

Share this post: