
જમીનમાં જે પોષકતત્વોની ઊણપ વર્તાતી હોય તેની પ્રમાણસર અને સમયસર જમીનમાં પૂર્તિ કરવાથી અથવા ઊભા પાક પર છંટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જમીન ચકાસણી કરી શરૂઆતથી પાયાના ખાતર સાથે પૂરતા તત્વોનું પ્રમાણસર ખાતર જમીનમાં આપી દેવુ જોઈએ. જેથી છોડમાં તત્વની ખામી નિવારી શકાય.
ગુજરાતની જમીનમાં પોટાશ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. તેમ છતાં વધુ ઉતાર આપતી વિવિધ જાતોના વપરાશથી, બહોળા પ્રમાણમાં એકલા રાસાયણિક ખાતરના ઉપયોગથી, લીલો પડવાશ ભાગ્યે જ કરવાથી, સેન્દ્રિય ખાતરોના ઓછા ઉપયોગથી અને પિયતની સવલત છે ત્યાં વર્ષ દરમિયાન બે કે તેથી વધુ પાકો લેવાના કારણોને લીધે જમીનમાં પોટાશયુક્ત ખાતરો આપવા જરુરી છે.



