રાસાયણિક જંતુનાશકો જેવી કે, ડાયકોફોલ ૧૬ મિ.લિ. અથવા ઈથીઓન ૨૦ મિ.લિ. અથવા વેટેબલ સલ્ફર ૪૦ ગ્રામ અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડના દરેક ભાગ ભીંજાય તે રીતે બારીક ફુવારાથી છંટકાવ કરવો.
રાસાયણિક જંતુનાશકો જેવી કે, એમામેક્ટીન ૧.૯ % ઈ.સી. ૦.૦૦૩% (૧૬ મિ.લિ. ૧૦ લિટર પાણી) અથવા કાર્બોસલ્ફાન ૨૫% ઈસી ૦.૦૫ ટકા (૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા ડાયફેન્યુરોન ૫૦% વે.પા. ૦.૦૭ ટકા (૧૪ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી) ના બે છંટકાવ કરવા. તે પૈકી પ્રથમ છંટકાવ કથીરીનો ઉપદ્રવ જોવા મળે ત્યારે અને બીજો છંટકાવ ત્યાર બાદ ૧૫ દિવસ પછી કરવાની ભલામણ છે.
• એમામેક્ટિન, કાર્બોસલ્ફાન અને ડાયફેન્થુરોનના છંટકાવ અને કાપણી વચ્ચેનો ગાળો ૨૭ દિવસનો જાળવવો.
• પાયરેથ્રોઈડ જંતુનાશકો જેવા કે સાયપરમેથ્રીન, ફેનવાલરેટ, ડેલ્ટામેથ્રીનનો ઉપયોગ કરવો નહિ. આવી જંતુનાશક દવાનો વારંવાર ઉપયોગ કરવાથી કથીરીનો ઉપદ્રવ ઉલટાનો વધે છે.


