ટ્રેક્ટરની અંદર એક ફ્યુઅલ પંપ લાગેલો હોય છે, જે ડીઝલને હાઈપ્રેસર પાઈપ વડે નોઝલમાં ધકેલે છે. નોઝલ દ્વારા કંબસન ચેમ્બરમાં ડીઝલનો છંટકાવ થાય છે, જેથી એન્જિન ચાલે. ફ્યુઅલ પંપમાં કોઈ તકલીફ ન પડે તે માટે ફ્યુઅલ પંપમાં ૩૦ અથવા ૪૦ નંબરનું ઓઈલ નાખવું જોઈએ, જેથી તેમની શાફ્ટ અને વર્ગનર પીનને ઉંજણ મળી રહે અને ફ્યુઅલ પંપની લાઈફ વધુ બની રહે. આ ઉપરાંત એન્જિનને ડીઝલ વિના ચાલુ કરવાની કોશિષ કરવી નહીં કેમ કે આમ કરવામાં આવે તો એક મિનિટની અંદર પંપનું એલાઈનમેન્ટ એટલું વધુ ઘસાઈ જાય છે કે ઘણા બધા ક્લાક ડીઝલના સતત રહેવાની સાથે જે કાર્ય થાય તેટલું એલાઈમેન્ટ પંપનું ઘસાઈ જાય છે.



