Author name: sujay

મગફળીમાં આંતર પાકો

મગફ્ળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટુ નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફ્ળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે અને સરવાળે બે પાકમાંથી ખેડૂતને વધુ આવક મળી શકે છે. એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ […]

મગફળીમાં આંતર પાકો Read More »

ખેડૂત છે ત્યાં વેપાર છે તે બધાને ખબર છે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે નવી ટેક્નોલોજીની વાતો સાથે મનુષ્યની ખાસિયત અને ગ્રાહકના ઉદેશોની વાત કરતા હતા , ઉદાહરણ તરીકે, કોઈ કંપની નક્કી કરે કે તેને દુનિયાનું શ્રેષ્ઠ ટ્રેક્ટર , બિયારણ , વાવણીયો કે મોટર કાર બનાવવી છે અને બનાવે અને એ માટે ઉત્તમ એન્જિનિયરો, બ્રીડર, સંશોધન વૈજ્ઞાનિક , ડિઝાઇનરોની એક ટીમ તૈયાર કરીને બજારમાં એ ટ્રેક્ટર કે બિયારણ કે વાવણીયો વેચવા માટે મૂકે અને કોઈ ખરીદે જ નહીં તો? કંપની એમ ન કહી શકે કે “ખેડૂતોને સારી ચીજ શું છે એની સમજ નથી.” પણ, એનાથી ઉલટું જે સાધન ખેડૂત વધુ ખરીદે એ જ શ્રેષ્ઠ કહેવાય , કેમ કે ગ્રાહકોની શ્રેષ્ઠતાની સમજ એમની પોતાની હોય છે . પણ તમે વિચાર કરજો યુગ ટેકનોલોજી નો છે છતાં આપણને જુના કાળમાં હતું તે આજે પણ પકડી રાખ્યું છે , હજુ છોડ્યું નથી , હજુ પણ બજારમાં નથી મળતું તે સારું તે જૂની આપણી કલ્પનાને લીધે અમુક કંપનીઓ અછત ઉભી કરીને માર્કેટિંગ કરવાનો આઈડિયા અપનાવે છે , બોલો આપણને ખેડૂત તરીકે ઈશ્વરની આ ભેટ મળી છે કે બુદ્ધિપૂર્વક ખરીદવા માટે વિવેક વાપરવો તે વાત યાદ રાખવી જોઈએ કે નહિ ….

ખેડૂત છે ત્યાં વેપાર છે તે બધાને ખબર છે Read More »

ખેતીમાં કઈ નવી ટેકનોલોજી આવશે ?

વિચાર કરવાની શક્તિ આપણને ભગવાને આપી છે. માણસને કઈ પણ કરતા પહેલા, વિચાર આવે છે કે, આ કરું કે તે કરું?, મગફળી કરું? કે કપાસ? અને સાથે સમજણ પણ આપી છે…

ખેતીમાં કઈ નવી ટેકનોલોજી આવશે ? Read More »

શું છે ખેતીના એ આઈ રોબોટ ?

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….

શું છે ખેતીના એ આઈ રોબોટ ? Read More »

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર તાલુકાના બીલિયા ગામના મૂકેશભાઈ રબારી કરેણ, આંકડો, ગૌમૂત્ર અને શેવાળનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, અઢી કિલો આંકડાનાં પાન તથા અઢી કિલો કરેણના પાનને ઝીણાં વાટી દસ લિટર પાણીમાં ઉમેરી ધીમા તાપે દ્રાવણ અડધું થાય ત્યાર બાદ આ દ્રાવણને ઠંડું પડયે ગાળી લઈ તેમાં અઢી લીટર ગૌમૂત્ર અને એક કિલો દરિયાઈ શેવાળ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ૨૪ કલાક રહેવા દીધા પછી ગાળી લઈ એક પંપમાં ૫૦૦ ગ્રામ મુજબ છંટકાવ કરવાથી રીંગણના કોકડાઈ ગયેલા છોડમાં નવી ફૂટ અને ફુલ આવે છે. આ પદ્ધતિ છ-છ દિવસના અંતરે ત્રણ વખત કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
આ પદ્ધતિ સંશોધકે પોતાના ખેતરમાં અજમાવી છે. આસપાસના પડોશી ખેડૂતોને તેના પ્રયોગો બતાવેલા છે અને સૌએ તે જોઈને અજમાવવાની તૈયારી પણ બતાવી છે. આ પદ્ધતિમાં સાવચેતી એ જ રાખવા છે કે દરિયાઈ શોવાળને ઓછામાં ઓછા ૨૪ કલાક ભીંજવવાની છે, જેથી શેવાળનો અર્ક દ્રાવણમાં આવી જાય. દવાનો છંટકાવ વહેલી સવારે કરવાથી વધુ ફાયદો થાય છે. છંટકાવ કરતી વખતે છોડ પૂરેપૂરો ઉપરનીચે ભીંજાય જાય તે રીતે દવા છાંટવાની હોય છે. અમારા ગામના રમેશભાઈ અમથાભાઈ રબારી તથા હિતેશભાઈ રમેશભાઈ રબારીએ આ દવાનો ઉપયોગ કરી પરિણામો લીધેલા છે.
સંશોધક મુકેશભાઈ રબારી પાસે માત્ર પાંચ વિધા ટૂંકી જમીન છે, જેમાં મુખ્યત્વે શાકભાજી અને પશુઓ માટે લીલો ચારો ઉગાડે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ૩૨ વર્ષના મુકેશભાઈ અવનવું વાંચવાનો શોધ ધરાવે છે અને ખેતીમાં પ્રયોગો કરી ઓછા ખર્ચે સારી ખેતી કરવા તેઓ મથતા હોય છે. (૧૯(૪):૦૬)

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું? Read More »

મરચીમાં તીખાશ શેના લીધે હોય અને તેને શું કહેવાય , તીખાશનું મીટર શું?

મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે સ્કોવીલ હિટ યુનિટ જેટલા વધારે એટલી મરચી તીખી. ભારતની પાતળી લાંબી મરચીમાં ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ SHU હોય છે. દા.ત. જ્વાલા, સિન્દુરિયા મરચી, ગુન્ટૂરની

મરચીમાં તીખાશ શેના લીધે હોય અને તેને શું કહેવાય , તીખાશનું મીટર શું? Read More »

એ આઈ દ્વારા ખેતીમાં રોબોટ આવશે

તૈયાર થઈ જાવ, ખેતીના ભવિષ્યની અજોડ વાત, કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા જાણવા. આપણને ખબર છે, માણસ તેની બુદ્ધિ સાથે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, નવા સંશોધન કરી રહ્યો છે, ચાંદ પર પહોંચ્યો છે.

એ આઈ દ્વારા ખેતીમાં રોબોટ આવશે Read More »

નર્સરીમાં બીજ વાવવા પહેલાં જમીનની શું માવજત કરવી ?

જમીનમાં હાનિકારક જીવાતો, તેમના ઇંડા, ઇયળ અને કોશેટા, રોગના બીજકણ, ફૂગ, બેકટેરિયા, નેમાટોડ્સ અને નીંદણના બીજ પણ હોય છે, જે રોપાઓના વૃદ્ધિ અને વિકાસને વધુ અસર કરે છે. રાસાયણિક અને સૌર માવજત દ્વારા પણ હાનિકારક વસ્તુઓને દૂર કરી શકાય છે. ધુમાડો ઉત્પન્ન કરતા મશીનની મદદથી અથવા સોલારાઇઝેશન ટ્રીટમેન્ટ દ્વારા ૩૦ મિનિટ માટે લગભગ ૬૦ ડિગ્રી

નર્સરીમાં બીજ વાવવા પહેલાં જમીનની શું માવજત કરવી ? Read More »

સોઇલ સોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય ?

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે ખેતરના ક્ચારા પ્રમાણે ૨પ માઇક્રોનની (૧૦૦ ગેઝની) એલ.એલ.ડી.પી.ઈ પારદર્શીપ્લાસ્ટિક શીટને જમીન પર પાથરી હવાચુસ્ત રહે એ માટે પ્લાસ્ટિકની ખુલ્લી ધારોને નાની ખાઈ બનાવીને જમીનમાં દાબી દેવી. જો ટપક સિંચાઈની વ્યવસ્થા

સોઇલ સોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય ? Read More »

ગુણવત્તાયુકત પાક ઉત્પાદન મેળવવાની ચાવી

ખેત પેદાશની ગુણવત્તા આજે સારા ભાવ મેળવવા અને આયાત-નિકાસમા પાયાનો માપદંડ છે. ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનની ગ્રાહકો તરફ્થી માંગ રહેતી હોય છે, જેમની ઊંચી કિંમત આપવા તૈયાર હોય છે. સજીવ ખેતી દ્વારા પાકેલ ઘઉં, બાજરા અને કઠોળ વગેરેનો વધુ ભાવમળી રહેતો હોય છે. ખેત પેદાશોની નિકાસ માટે પણ યોગ્ય ગુણવત્તાનું ઉત્પાદન મેળવવું ખુબ જ જરૂરી છે.

ગુણવત્તાયુકત પાક ઉત્પાદન મેળવવાની ચાવી Read More »