Author name: sujay

ખેતીમાં ગૌણ અને સૂક્ષ્મતત્ત્વો એટલે શું ?

સંશોધન દ્વારા આપણે જાણી શક્યા છીએ કે, છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ૧૮ પોષક તત્ત્વોની જ જરૂરિયાત રહે છે. આ નક્કી થયેલા આવશ્યક પોષક તત્ત્વોનું વર્ગીકરણ છોડની જરૂરિયાતની માત્રા મુજબ તથા જમીનમાં તેની ઉપલબ્ધતાને આધારે કરવામાં આવે છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની છોડને બહોળા પ્રમાણમાં જરૂરિયાત હોવાથી આ તત્ત્વોને મુખ્ય પોષક તત્ત્વો તરીકે ઓળખવામાં […]

ખેતીમાં ગૌણ અને સૂક્ષ્મતત્ત્વો એટલે શું ? Read More »

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો પાણી પાકના જીવનકાળ દરમ્યાન દેહધાર્મિક ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. પ્રકાશ સંશ્લેષણ તેમજ શ્વસન અને ઉત્સર્જનની ક્રિયા માટે અગત્યનો ઘટક છે. જમીનમાં પૂરતો ભેજ વનસ્પતિ કોષના ટર્ગર પ્રેશર જાળવવા માટે જરૂરી છે. ઉત્સવેદન છોડના તાપમાનનું નિયમન કરે છે જ્યારે ઉત્સવેદનના પ્રમાણનો આધાર જમીન અને હવાના ભેજ પર આધારિત છે

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો Read More »

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય ?

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર મોટી મહેર એ ગણાય કે આપણા પર્યાવરણની અંદર વૃક્ષોમાં વિવિધતાનો પાર નથી. જો આપણી પાસે સારા નિતારવાળી જમીન અને પૂરતું પાણી હોય તો

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય ? Read More »

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર છે. બીજના અંકુરણ માટે લઘુત્તમ તાપમાન ૮ થી ૧૦° સે.ની આવશ્યકતા હોય છે. ગ્રીન હાઉસમાં ટામેટાના સારા વિકાસ માટે સાપેક્ષ ભેજની ૬૦-૮૦ ટકાની

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ? Read More »

રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27 મીલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 25 મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ

રોગ : મરચી, ટામેટીમાં કોકડવા Read More »

પશુચારા તરીકે સરગવો

વાવેતરના ૮પ થી ૯૦ દિવસ બાદ પ્રથમ કાપણી માટે મોરિંગા લીલાચારા તરીકે તૈયાર થઈ જાય છે. ચારાનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઝડપી વિકાસ માટે વૃક્ષને જમીનની ૩૦ સે.મી. ઉપરથી કાપવું હિતાવહ છે. ૯૦ દિવસ પહેલા ચારાનું કાપવાથી તેનું થડ પાતળુ અને કમજાેર રહી જાય છે. ત્યારપછીની દરેક કાપણી ૬૦ દિવસના અંતરાલે જ્યારે ઝાડ પથી ૬ ફૂટની

પશુચારા તરીકે સરગવો Read More »

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી શકાય તેવી અને વ્યવહારૂ ટેકનિક છે જે પરાળને સળગતું રોકવા માટે મદદરૂપ થાય છે. • તે પર્યાવરણને અનુકૂળ અને પર્યાવરણને ઉપયોગી ટેક્‌નોલોજી છે

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા Read More »

રોગ : વેલાવાળા શાકભાજી પાનનાં ટપકાં

કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૮ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

રોગ : વેલાવાળા શાકભાજી પાનનાં ટપકાં Read More »

રોગ : ડાંગરના પાકમાં પર્ણચ્છેદનો સૂકારો

કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા એડીફેનફોસ ૫૦ ઈસી 15 મીલિ અથવા વેલીડામાયસીન ૩ એસએલ 15 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

રોગ : ડાંગરના પાકમાં પર્ણચ્છેદનો સૂકારો Read More »

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને માટીથી ઢાંકી દેવાથી અથવા તો ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૧.૫% અથવા ક્વિનાલફોસ ૧.૫% ભૂકી છાંટતા ઈયળો મરણ પામશે. બગીચામાં સ્વચ્છતા જાળવવી, સૂકાઈ ગયેલા કે

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક Read More »