
ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં ઘણી બચત કરી શકે છે. એટલું જ નહિ ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે કારણ કે ટીપેટીપે પિયત સાથે ખાતર તેના મૂળપ્રદેશમાં જ મળતું હોવાથી છોડ સહેલાઈથી ખાતરો લઈ શકે છે. ડ્રીપ ઈરીગેશન દ્વારા ખાતરો કયારે કેટલા અને કેવી રીતે આપવા તેનો ફટિર્ગેશન પ્રોગ્રામ તમારા એગ્રોનોમીસ્ટ પાસેથી મેળવો. ભલેને પછી ફી ચુકવવી પડે. પ્રાકૃતિક ખેતીમાં સૌથી મોટું કોઈ કામ કરવું હોયતો ડ્રિપ ઇરીગેશનમાં સબસીડી ખુબ વધારીને 100 ટકા ખેડૂતો ડ્રિપ ફરજીયાત વાપરે તેવું થાય તો રાષ્ટ્રનું પાણી બચે , રાષ્ટ્રનું ઉત્પાદન વધે અને પાયાના ખાતરોની ખપત ઓછીથાય અને પ્રાકૃતિક ખેતી સફળ થાય



