
તેલીબીયાની ખેતી હોય એટલે કે કપાસ, બાગાયત , મગફળી કે એરંડાની ખેતી હોય તો પોટાશનો ઉપયોગ વધારો. પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે. ટુંકમાં તેલીબીયા પાકોમાં પોટેશીયમ સમયસર આપો તેમ ઉપજમાં મોટો લાભ કરાવી આપે છે એટલે જ કહેવાનું કે કપાસમાં ૫૦% ફુલ અવસ્થાથી ૦-૫૨-૩૪ પંપે ૧૫૦ ગ્રામ નાખી દર અઠવાડીયે સ્પ્રે કરવા જોઈએ. પોટાશ પાળા ચડાવતી વખતે પણ જમીનમાં આપી શકાય. બીજું સમાચાર છે કે હવે બધા બલ્ક સબસીડી વાળા ખાતરો ભારત ટેગ લાગીને વેચાશે એટલે હવે તમે ખાતર લેવા જશો ત્યારે તમે ભારત યુરિયા કે ભારત ડીએપી નામથી મળશે



