સેગ્રીગેશનનો નિયમ.

● કૃષિ વિજ્ઞાનિક તરીકે ગ્રેગોર મેન્ડેલે એક બીજો નિયમ આપ્યો તેને કહેવાય સેગ્રીગેશનનો નિયમ. એકવાર નર અને માદા છોડનું સંયોજન કરી જે હાઈબ્રીડ બને તેને તેણે એફ-૧ કહ્યું, આપણે બધા એફ 1 નામથી પરિચિત છીએ એફ 1 એટલે પહેલી પેઢીનું બિયારણ અને આને હાયબ્રીડ પણ કહેવાય છે અને તે વાવ્યા પછી જે ઉપજ મળે તેને બીજી પેઢી એટલે કે એફ 2 કહેવાય છે . એફ-2 બિયારણ જો ફરી વાવવામાં આવે તો તે બિયારણની પેદાશમાં વિવિધતા જોવા મળે એટલે કે નર અને માદાના ગુણો જુદા જુદા જોવા મળે એટલે કે ખેતરમાં સેગ્રીગેશન થાય ત્યારે 25 % કરતા વધુ છોડમાં ધાર્યું ઉત્પાદન મળે નહિ એટલે હાઈબ્રીડ ફરી ન વવાય તેવું કહેવાય છે તેનું વૈજ્ઞાનિક તથ્ય આ છે. એફ 2 વાવવાથી ઉત્પાદન ઘટે છે એટલે જ કહેવાય છે કે હાઈબ્રીડ નવું જ લેવું પડે .