કોમ્પ્યુટરનું ભણ્યા પછી સારી જોબ નહિ મળતા પોતાના ઘરની અગાસીમાં શાકભાજીની ખેતી શરુ કરી

ઉત્તરપ્રદેશના આઝમગઢ ના એક યુવાન મિથિલેશ કોમ્પ્યુટરનું ભણ્યા પછી સારી જોબ નહિ મળતા પોતાના ઘરની અગાસીમાં શાકભાજીની ખેતી શરુ કરી તેની પત્ની વીંદયાવંશીની પણ તેની સાથે જોડાઈ અને પોતાના ટેરેસમાં મરચી, કોથમીર, ટામેટા, રીંગણાં, ભીંડો, કરેલા અનેક બીજા શાકભાજી પીવીસી પાઇપ અને કુંડા માં ઉગાડ્યા પોતાની જરૂરિયાત પુરી થયા પછી તેને આજુબાજુના લોકોને આ ઓર્ગનિક શાકભાજી વેચીને સારી કમાણી કરે છે. આપણે તો રહ્યા ખેડૂત અને આપણા દીકરા કે દીકરી શહેરમાં રહેતા હોય તો તેને પ્રોત્સાહિત કરીને આવી શાકભાજી ઉગાડવાનું માર્ગદર્શન આપવું જોઈએ . જો કોઈને રાજકોટ શહેરમાં કિચન ગાર્ડનની માહિતી જોઈતી હોય તો રાજકોટ કિચન ગાર્ડનિંગ ક્લબ નામનું ફેસબુક પેજ લાઈક કરી માહિતી મેળવી શકે છે