
પાનના ગલ્લે મગનની વાત સાંભળી સુરેશ અને સુરેશની વાત સાંભળી તમે પણ ખેતીને નકામી ગણોતો અંતે તો તમને જ નુકશાન છે , જયારે ખેતી કરવાનો સ્વધર્મ મળ્યો છે ત્યારે ખેતીને વૈજ્ઞાનિક રીતે કેમ કરવી? તે વિચારવાનો સમય છે તો કારતક મહિને કણબી ડાયો કહેવાય
શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા? ઘણા ખેડૂતો ખેતીમાંથી સારું રળે છે તેની નકલ આપણે શા માટે નથી કરતા ? વિચાર કરો ઉંડા મૂળવાળી વહેલું ઉત્પાદન આપતી કપાસની જાત વાવી હોય અને તેમાં ડ્રીપ ગોઠવી દીધી હોય અને તેમાં વખતો વખત ફર્ટીગેશન કર્યું હોય તો આ વર્ષે જેમ બોલગાર્ડ કપાસમાં 40 થી 70 જીંડવા લાગી ગયા છે તો આવા કપાસના ભાવમાં આ ખેતી સારી પડે કે નહિ ?



